- આ ઉદ્ઘાટન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે કરાયું છે.
- આ કાર્યક્રમમાં સુમુલ ડેરી દ્વારા બનાવાયેલ સત્વ ફોર્ટિફાઇડ અને ચક્કી આટા પ્લાન્ટનું ઉદ્ઘાટન કરાયું હતું.
- આ કાર્યક્રમ સુરતના તાપી ખાતે યોજાયો હતો જેમાં કેન્દ્રીય ગૃહ મંત્રીએ આ ક્ષેત્રને વધુ વેગવાન બનાવવા માટે સહકારીતા મંત્રાલય વિભાગની સ્થાપના કરવાની પણ વાત કરી હતી.
- સુમુલ ડેરી Surat District Co-operative Milk Producers' Union Ltd ની શરુઆત 200 લીટર દૂધથી થઇ હતી જે આજે 20 લાખ લીટર દૂધ પ્રતિ દિવસ સુધી પહોંચી છે.
- ઉલ્લેખનીય છે કે સુમુલ દ્વારા 11 જિલ્લાઓમાં કુપોષણ સમાપ્ત કરવા માટે કામ કરવામાં આવી રહ્યું છે જે કામ તે સરકાર સાથે મળીને કરી રહી છે જેમાં લગભગ 20,000 આંગણવાડીઓને લાભ મળી રહ્યો છે.