જામનગરમાં વિશ્વનું પ્રથમ WHO Center for Traditional Medicine સ્થપાશે.

  • ગુજરાતના જામનગરમાં World Health Organization (WHO) નું ટ્રેડિશનલ મેડિસિન માટેનું વિશ્વનું પ્રથમ ગ્લોબલ સેન્ટર સ્થાપવામાં આવશે. 
  • આ માટે કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. 
  • આ સેન્ટર સમગ્ર વિશ્વમાં પરંપરાગત દવાઓ માટેનું પ્રથમ અને એકમાત્ર સેન્ટર બનશે.
  • આ સેન્ટર સમગ્ર વિશ્વમાં આયુષ પ્રણાલીઓને સ્થાન આપવા માટે વૈશ્વિક આરોગ્ય બાબતો પર નેતૃત્વ આપશે. 
  • આ સિવાય પરંપરાગત દવાઓની ગુણવત્તા, સલામતી અને અસરકારતાની ખાતરી કરવામાં પણ ઉપયોગી થશે. 
  • નવેમ્બર, 2020માં વડાપ્રધાન મોદીએ જામનગરમાં Institute of Teaching and Research in Ayurveda (ITRA) ને Institute of Natural Importance ગણાવ્યું હતું.
Jamnagar

Post a Comment

Previous Post Next Post