- આ દિવસ સુરતમાં વસવાટ કરતા ઓડિશાવાસીઓ દ્વારા મનાવાયો છે જેને 'ઉત્કલ દિવસ' કહેવાય છે.
- આ દિવસની ઉજવણીમાં આંધ્રપ્રદેશના રાજ્યપાલ બિશ્વભૂષણ હરિચંદને પણ ભાગ લીધો હતો.
- તેઓએ પોતાની સ્પીચમાં 1817ના પાઇકા વિદ્રોહનો ઉલ્લેખ કર્યો હતો જેમાં ઓડિયા પ્રજાની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી.
- ઓડિશાની સ્થાપના બ્રિટિશ સરકાર દ્વારા 1 એપ્રિલ, 1936ના રોજ થઇ હતી.
- શરુઆતમાં ઓડિશાનું નામ ઓરિસ્સા હતું જેને વર્ષ 2011માં બદલીને ઓડિશા કરાયું છે.