પાકિસ્તાનના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ ગુલઝાર અહમદને કાર્યવાહક વડાપ્રધાન નિયુક્ત કરાયા.

  • તેઓની આ નિયુક્તિ પાકિસ્તાનમાં ચાલી રહેલ રાજકીય સંકટ વચ્ચે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને કરી છે.
  • પાકિસ્તાનના બંધારણ મુજબ દેશમાં ચુંટણી આયોજિત કરવા માટે એક કાર્યવાહક સરકારનું ગઠન કરવામાં આવે છે જેને લીધે ગુલઝાર અહમદને આ નિયુક્તિ અપાઇ છે.
  • ગુલઝાર અહમદ પનામા પેપર્સ મામલામાં પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફને અયોગ્ય ઠેરવનાર પાંચ ન્યાયાધીશોની બેન્ચનો હિસ્સો હતા.
  • આ સિવાય તેઓએ ઉત્તર પશ્ચિમી પાકિસ્તાનમાં ભીડ દ્વારા તોડાયેલ એક મંદિરના પુનર્નિમાણ માટે પણ આદેશ આપ્યો હતો જે કૃત્યને તેઓએ 'પાકિસ્તાન માટે આંતરરાષ્ટ્રીય શરમજનક કિસ્સો' ગણાવ્યો હતો.
  • ગયા વર્ષે જ તેઓએ પાકિસ્તાનમાં દિવાળી ઉત્સવ મનાવવા માટે હિંદુ સમાજના લોકો સાથે એકજૂટતા દર્શાવવા માટે પુનર્નિમિત મંદિરના એક ભવ્ય સમારોહમાં ભાગ પણ લીધો હતો.
Chief Justice Of Pakistan As Caretaker PM

Post a Comment

Previous Post Next Post