ગાંધીનગર ખાતે ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટ 2022નું ઉદ્‌ઘાટન કરાયું.

  • આ સમિટનું ઉદ્‌ઘાટન વડાપ્રધાન મોદીએ કર્યું છે જે સમિટ ત્રણ દિવસ સુધી ચાલશે.
  • આ ઉદ્‌ઘાટન દરમિયાન વડાપ્રધાને ભારત દ્વારા વિદેશથી આયુષ ઉપચારનો લાભ લેવા આવતા નાગરિકો માટે 'આયુષ વિઝા' કેટેગરી શરુ કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે.
  • આ સિવાય દેશના હર્બલ ન્યુટ્રિશનલ સપ્લિમેન્ટ્સને વૈશ્વૈક ઓળખ આપવા માટે 'આયુષ માર્ક' અને 'આયુષ પાર્ક' બનાવવાની પણ જાહેરાત કરવામાં આવી છે.
  • આ સમિટમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (World Health Organization - WHO) ના મહાનિદેશક ડૉ. ટેડ્રોસ આધનોમ અને મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ જગન્નાથ પણ હાજર રહ્યા હતા.
  • આ સમિટ દરમિયાન વડાપ્રધાન મોદીએ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના મહાનિદેશકને 'તુલસીભાઇ' જેવા હુલામણા નામથી સંબોધીને હળવી મજાક પણ કરી હતી.
  • ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ WHO ના પારંપરિક ઉપચાર પદ્ધતિઓના ગ્લોબલ સેન્ટરનુંં જામનગર ખાતે ખાતમુહૂર્ત કરાયું હતું.
Global Ayush Investment & Innovation Summit 2022

Post a Comment

Previous Post Next Post