- આ માહિતી મુજબ દેશમાં 7% બાળકો કુપોષણનો શિકાર હોવાનું તેમજ 2% ગંભીર કુપોષણની કેટેગરીમાં છે.
- ઉલ્લેખનીય છે કે National Family Health Survey (NFHS) દ્વારા પ્રસિદ્ધ રિપોર્ટમાં દેશમાં 19% બાળકો કુપોષણનો શિકાર હોવાનું જણાવાયું હતું.
- આ માહિતી મુજબ સમસ્યાની ટકાવારીમાં વહેલી પ્રસૂતિ અને જન્મ વખતે ઓછું વજન હોય તેવા 37%, ન્યુમોનિયા કેટેગરીમાં 15.5%, ઝાડા સંબંધી રોગમાં 4.5%, બેક્ટેરિયા તેમજ અન્ય ગંભીર ચેપ મુજબ 4.7% તેમજ મૃત્યુંના અન્ય કારણોમાં 2.5% કેસનો સમાવેશ થાય છે.
- સંસદમાં એ પણ જણાવાયું હતું કે દેશમાં બાળ મૃત્યું દર વર્ષ 2017ના દર 1000 બાળકોએ 33 થી ઘટીને 2019માં 30 થયો છે તેમજ આ જ સમયગાળામાં 5 વર્ષથી ઓછી વયના બાળકોનો મૃત્યું દર 37 થી ઘટીને 35 થયો છે.