- જર્મનીની આલ્ફ્રેડ વેગેનર ઇન્સ્ટિટ્યૂટ દ્વારા પ્રસિદ્ધ અભ્યાસમાં જણાવાયું છે કે આર્કટિકમાં પણ પૃથ્વીના અન્ય હિસ્સાઓની જેમ પ્લાસ્ટિક પ્રદૂષણ વધી રહ્યું છે.
- આ પ્રદૂષણ કાપડ, પર્સનલ કેર પ્રોડક્ટ્સ અને પેકેજિંગ દ્વારા ધ્રૂવો સુધી પહોંચ્યું છે.
- આ માહિતી મુજબ દર વર્ષે 1.9 કરોડ થી 2.3 કરોડ ટન પ્લાસ્ટિક કચરો વિશ્વમાં ઠલવાઇ રહ્યો છે જે પ્રતિ મિનિટ બે ટ્રક જેટલો હોય છે!
- ભારતમાં પણ છેલ્લા 5 વર્ષમાં પ્લાસ્ટિક કચરો ડબલ થયો છે જે વર્ષમાં 35 લાખ ટન જેટલો છે!
- હાલ માથાદીઠ સૌથી વધુ પ્લાસ્ટિક કચરો અમેરિકા (130.09 કિ.ગ્રા.) કરે છે.
- ત્યારબાદ ક્રમાનુસાર યુરોપિયન યુનિયન, બ્રિટન, ચીન, બ્રાઝિલ, ઇન્ડોનેશિયા અને જર્મનીનો સમાવેશ થાય છે.
- સિંગલ યુઝ્ડ પ્લાસ્ટિકના ઉપયોગ મામલે પ્રથમ સ્થાન પર ઓસ્ટ્રેલિયા ત્યારબાદ ક્રમાનુસાર અમેરિકા, દક્ષિણ કોરિયા, બ્રિટન અને જાપાન છે.
- સિંગલ યુઝ્ડ પ્લાસ્ટિક ઉપયોગ મામલે ભારત 94માં સ્થાન પર છે.