ભારતમાં કોરોના વાયરસના નવા વેરિયન્ટ XE ના કેસ મળી આવ્યા.

  • ભારતમાં કોરોના વાયરસના સેમ્પલના પરીક્ષણમાં મુંબઇમાં નવો વેરિયન્ટ XE મળી આવ્યો છે.
  • વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) દ્વારા કહેવાયું છે કે જ્યા સુધી આ વેરિયન્ટના મહત્વપૂર્ણ પરિવર્તન જોવા નહી મળે ત્યા સુધી તેને ઓમિક્રોન વેરિયન્ટ સાથે જોડીને જ જોવામાં આવશે.
  • કોરોના વાયરસનો નવો વેરિયન્ટ XE નો પ્રથમ કેસ બ્રિટનમાં જાન્યુઆરી, 2022માં મળ્યો હતો.
  • જાણકારોના મતાનુસાર XE વેરિયન્ટ ઓમિક્રોનના BA.1 અને BA.2 ના સબ-વેરિયન્ટનું હાઇબ્રિડ સ્વરુપ છે જે હાલ યુરોપ અને ચીનમાં કોરોનાના ઉથલા માટે જવાબદાર છે.
  • ભારતમાં એક દિવસ પહેલા જ ICMR દ્વારા કોરોના વાયરસને ભારતમાં Endemic સ્થિતિમાં પહોંચ્યો હોવાનું જણાવ્યાના 24 કલાક બાદ દેશમાં 1,086 કેસ તેમજ 71 મૃત્યું નોંધાયા છે!
New variant of Corona virus XE

Post a Comment

Previous Post Next Post