- દેશમાં હાલ વાર્ષિક 8.88 લાખ કરોડથી વધુ ડિજિટલ ટ્રાન્ઝેક્શન થઇ રહ્યા છે જેમાં ગુજરાત 1.25 લાખ કરોડ ટ્રાન્ઝેક્શન સાથે છઠ્ઠા ક્રમ પર રહ્યું છે.
- આ રિપોર્ટમાં પ્રથમ 10 રાજ્યોમાં ગુજરાત સિવાય મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, કેરળ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, તેલંગાણા અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે.
- આ રિપોર્ટ મુજબ વર્ષ 2020 કરતા 2021માં ડેબિટ કાર્ડથી ટ્રાન્ઝેક્શન ઘટ્યું છે તેમજ ક્રેડિટ કાર્ડથી વધ્યું છે.
- આ રિપોર્ટ મુજબ ભારતમાં 937.7 મિલિયન ડેબિટ અને ક્રેડિટ કાર્ડ ધારકો છે જેઓ સરેરાશ 4,122 રુપિયા ક્રેડિટ કાર્ડ દ્વારા, 375 રુપિયા મોબાઇલ વૉલેટ દ્વારા તેમજ 2,650 રુપિયા UPI દ્વારા સરેરાશ ટ્રાન્ઝેક્શન કરે છે.