- હરિયાણાના નારનૌલ શહેર નજીક ચ્યવનપ્રાશના જનક મહર્ષિ ચ્યવનના તપોસ્થળ ખાતે આ તીર્થસ્થળ બનાવવામાં આવશે.
- આ માટે હરિયાણા સરકારે રોપ-વે, આયુષ વેલનેસ સેન્ટર તેમજ એડવેન્ચર સ્પોર્ટ્સની સુવિધાઓ શરુ કરવાની તૈયારીઓ પણ શરુ કરી દીધી છે.
- આ માટેનો પ્રસ્તાવ હરિયાણા સરકાર દ્વારા મંજૂર થયા બાદ કેન્દ્ર સરકારને મોકલવામાં આવશે.
- ચ્યવનપ્રાશ એક ભારતીય આયુર્વેદિક સ્વાસ્થ્યવર્ધક મિશ્રણ છે જેમાં ખાંડ, મધ, ઘી, આમળા, તલનું તેલ તેમજ અન્ય ઔષધીઓ હોય છે.
- ઐતિહાસિક માહિતી મુજબ ચ્યવનપ્રાશ ચ્યવન ઋષિએ હરિયાણાના નારનૌલના ધોષી પહાડી ખાતે આવેલ પોતાના આશ્રમમાં બનાવ્યું હતું.
- ચ્યવનપ્રાશની પ્રથમ અધિકૃત માહિતી ચરક સંહિતામાં આપેલ છે.