ICG પ્રમુખ દ્વારા ઓખા ખાતે હોવરપોર્ટનું ઉદ્‌ઘાટન કરાયું.

  • ભારતીય તટરક્ષક દળ (Indian Coast Guard - ICG) ના મહાનિદેશક વી. એસ. પઠાણિયાએ ઓખા ખાતે 'હોવરપોર્ટ' નું ઉદ્‌ઘાટન કર્યું છે.
  • આ સિવાય તેઓએ વાડિનાર ખાતે તટરક્ષક જેટીની આધારશિલા પણ રાખી હતી.
  • હોવરપોર્ટ એ હોવરક્રાફ્ટ માટેનું એક ટર્મિનલ હોય છે જેમાં યાત્રીઓ માટે સુવિધાઓ હોય છે.
  • ભારતીય તટરક્ષક દળનું CGAE Porbandar સ્ટેશન પોરબંદર ખાતે આવેલ છે જે ઉત્તર-પશ્ચિમ ક્ષેત્રના ક્ષેત્રીય મુખ્યાલય CGRHQ Gandhinagar હેઠળ આવે છે.
'Hoverport' At Okha

Post a Comment

Previous Post Next Post