- International Monetary Fund (IMF) દ્વારા વર્ષ 2023માં ભારતનો આર્થિક વિકાસ દર 6.9% રહેશે તેવો અંદાજ જાહેર કરાયો છે.
- આ સિવાય વૈશ્વિક વૃદ્ધિદર પણ 2021ના 6.1%થી ઘટાડીને 3.6% રહેવાની શક્યતા દર્શાવાઇ છે.
- IMF દ્વારા ભારતના વૃદ્ધિદરમાં ઘટાડાનું આંશિક કારણ યુક્રેન યુદ્ધ અને તેને લીધે ઇંધણ અને ખાદ્યચીજોના ભાવમાં થયેલો વધારો હોવાનું જણાવાયું છે.
- IMF દ્વારા ચીનની વર્ષ 2023ની આર્થિક વૃદ્ધિ 5.1% રહેવાનો અંદાજ જણાવાયો છે.