- હનુમાન જયંતીમાં લાઉડસ્પીકરમાં હનુમાન ચાલીસા વગાડવાની બાબતને લઇને ઉત્તર પ્રદેશમાં પણ મહારાષ્ટ્રની માફક વિવિધ નિયંત્રણો લાગૂ પડાયા છે.
- આ નિયંત્રણોમાં ઉત્તર પ્રદેશમાં મંજૂરી વિના કોઇપણ ધાર્મિક શોભાયાત્રા, જુલુસ તેમજ લાઉડસ્પીકરનો ઉપયોગ કરી શકાશે નહી.
- આ નિર્ણય 3જી મેના રોજ અક્ષય તૃતિયા અને ઇદનો તહેવાર એક જ દિવસે આવતો હોવાથી આ નિર્ણય લેવાયો છે જેથી મહારાષ્ટ્ર જેવી સ્થિતિ ન સર્જાય.
- ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા તમામ ધર્મોને પોતાની આઝાદી હોવાનું જણાવાયું છે પરંતુ માઇકનો અવાજ પરિસરની બહાર ન જવો જોઇએ તેવી તાકીદ પણ કરવામાં આવી છે.