- જી-20 દેશોની આગામી સમિતની અધ્યક્ષતા ભારત કરનાર છે જે ભારતના નવી દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે આયોજિત થશે.
- G20 દેશોની આ 18મી સમિટ રહેશે જે પ્રથમવાર ભારતમાં યોજાશે.
- ચાલુ વર્ષમાં નવેમ્બર માસમાં 17મી જી-20 સમિટ ઇન્ડોનેશિયાના બાલી ખાતે યોજાનાર છે.
- જી20 સમૂહની સ્થાપના 26 સપ્ટેમ્બર, 1999ના રોજ કરવામાં આવી હતી જેમાં 20 સભ્ય દેશો છે.
- આ સમૂહમાં આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન, ફ્રાન્સ, જર્મની, ભારત, ઇન્ડોનેશિયા, ઇટલી, જાપાન, સાઉથ કોરિયા, મેક્સિકો, રશિયા, સાઉદી અરેબિયા, સાઉથ આફ્રિકા, તુર્કી, બ્રિટન, અમેરિકા અને યુરોપિયન યુનિયનનો સમાવેશ થાય છે.