- આ પુરસ્કાર તેઓએ રશિયા સામેના યુદ્ધમાંં પોતાના દેશની લોકશાહી ટકાવી રાખી તેમજ તેના માટે કરેલ પ્રયત્નો બદલ અપાયો છે.
- આ પુરસ્કાર કેનેડી લાઇબ્રેરી ફાઉન્ડેશન દ્વારા અપાશે જેમાં ઝેલેન્સ્કી સિવાય અન્ય ચાર લોકોનો પણ સમાવેશ થાય છે.
- યુક્રેનના રાષ્ટ્રપતિ સિવાય યુએસ લિઝ ચેની, મિશિગન સેક્રેટરી ઓફ સ્ટેટ જાક્લિન બેન્સન, એરિઝોના હાઉસના સ્પીકર રસ્ટી બોવર્સ અને વાંડ્રિયા શાય નો સમાવેશ થાય છે.
- આ પુરસ્કાર જોન એફ. કેનેડીના પરિવાર દ્વારા સાર્વજનિક હસ્તીઓને અપાય છે જેઓએ સારા કાર્યો માટે પોતાના જીવને જોખમમાં મુક્યો હોય.
- આ પુરસ્કારનું નામ 'Profile in Courage' છે જે નામ જોન એફ. કેનેડીના 1957ના પુસ્તક પરથી રખાયું છે, આ પુસ્તકને પુલિત્ઝર પુરસ્કાર અપાયો હતો.