એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપમાં રવિ દહિયા અને બજરંગ પૂનિયાએ મેડલ જીત્યા.

  • મોંગોલિયાના ઉલાનબટાર ખાતે ચાલી રહેલ Asian Wrestling Championship 2022 માં ભારતના પહેલવન રવિ કુમાર દહિયાએ 57 કિ.ગ્રા. ફ્રી સ્ટાઇલમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.
  • આ સ્પર્ધામાં તેમના સિવાય બજરંગ પૂનિયાએ 65 કિ.ગ્રા.મા, ગૌરવ બાલિયાને 79 કિ.ગ્રા.માં, નવીન 70 કિ.ગ્રા.માં તેમજ સત્યવ્રત કાદિયાને 97 કિ.ગ્રા. વજન વર્ગમાં મેડલ જીત્યા છે.
  • મહિલા ફ્રી સ્ટાઇલમાં સરિતા મોર, સુષમા શૌકીન, અંશુ મલિક, રાધિકા અને મનિષાએ મેડલ જીત્યા છે.
  • રવિ કુમારે એશિયન ચેમ્પિયનશિપમાં સતત ત્રીજી વાર ગોલ્ડ મેડલ જીતીને હેટ્રિક ફટકારી છે.
  • અગાઉ તેણે 2021માં અલ્માટી અને 2020માં દિલ્હી ખાતે આ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
  • આ સ્પર્ધામાં ભારતના મેડલની કુલ સંખ્યા 15 થઇ છે.
Asian Wrestling Championship

Post a Comment

Previous Post Next Post