કાયદા મંત્રાલય દ્વારા કોર્ટની અવમાનના બાબતના કેસોનો રિપોર્ટ બનાવાયો.

  • આ રિપોર્ટમાં દર્શાવાયું છે કે દેશમાં કોર્ટની અવમાનનાના 2000થી વધુ પડતર કેસ છે. 
  • આ કેસ જે-તે વિભાગ દ્વારા સમયસર જવાબ દાખલ ન કરવા અથવા કોર્ટના આદેશનો અમલ ન કરવા માટે થયેલ છે. 
  • કાયદા મંત્રાલય દ્વારા તૈયાર કરાયેલ આ રિપોર્ટ બાદ દરેક મંત્રાલય આ મામલે ગાઇડલાઇન્સ બનાવશે જેથી મંત્રાલયના જવાબદાર અધિકારીઓ સમયસર પોતાનો જવાબ કોર્ટમાં દાખલ કરી શકે અને કોર્ટના આદેશનો અમલ કરી શકાય. 
  • આ પ્રકારના કેસોમાં સૌથી વધુ રેલ્વે મંત્રાલય (491 કેસ), શ્રમ અને રોજગાર મંત્રાલય (330 કેસ), ગૃહ મંત્રાલય (262 કેસ), કેગ (167 કેસ) વગેરેનો સમાવેશ થાય છે.
supreme court

Post a Comment

Previous Post Next Post