- National Center for Coastal Research (NCCR) દ્વારા પ્રસિદ્ધ આંકડાઓ મુજબ ગુજરાતનો દરિયાકાંઠો અલગ અલગ સ્તર પર કુલ 537.5 કિ.મી. સુધી ધોવાયો છે!
- અગાઉ ગુજરાતનો દરિયાકાંઠો 1945.60 કિ.મી. હતો જે હવે માત્ર 1408 કિ.મી. જ રહેશે.
- આ રિપોર્ટ મુજબ સૌથી વધુ ધોવાણ મુન્દ્રા-કંડલા પોર્ટ કાંઠા વિસ્તારમાં તેમજ નવસારી જિલ્લાના ભાટ અને બોરસી, સુરતમાં ભાગવા, ભરુચમાં દહેજ, ભાવનગરમાં જાસપરા, મીઠી, થાલસર અને ઘોઘામાં થયું છે.
- રિપોર્ટ મુજબ ગુજરાતમાં સૌથી લાંબો દરિયાકિનારો ક્રમાનુસાર કચ્છ (386.64 કિ.મી.), દેવભૂમિ દ્વારકા (228.60 કિ.મી.), જામનગર (177.38 કિ.મી.), ભાવનગર (173.66 કિ.મી.), ગીર સોમનાથ (114.40 કિ.મી.) અને પોરબંદર (112.60 કિ.મી.) નો છે.
- NCCR વર્ષ 1990થી રિમોટ સેન્સિંગ ડેટા અને GIS મેપિંગ ટેક્નોલોજી દ્વારા દરિયાકાંઠાના ધોવાણનું મોનિટરિંગ કરી રહ્યું છે.