- રશિયાના વિદેશમંત્રી સર્ગેઇ લાવરોવ બે દિવસની આધિકારિક મુલાકાત માટે ભારત આવ્યા છે.
- તેઓની આ મુલાકાત યુક્રેન સાથે ચાલી રહેલ યુદ્ધ સંદર્ભે બહુ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
- તેઓની આ મુલાકાતથી અમેરિકા અને ઓસ્ટ્રેલિયાએ ભારત તરફ નારાજગી વ્યક્ત કરી છે.
- રશિયાના વિદેશમંત્રીની સાથોસાથ અમેરિકાના ડેપ્યુટી NSA દલીપ સિંહ તેમજ બ્રિટનના વિદેશ સચિવ એલિઝાબેથ ટ્રસ પણ તાજેતરમાં જ ભારત આવી રહ્યા છે.
- આ મુલાકાત દરમિયાન રશિયાના વિદેશમંત્રી દ્વારા યુક્રેન અને રશિયા મુદ્દે ભારત મધ્યસ્થતા કરી શકે છે તેવું મહત્વપૂર્ણ નિવેદન પણ અપાયું છે.