પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે પાક. સંસદના નિર્ણયને ગેરબંધારણીય ગણાવ્યો.

  • તાજેતરમાં જ પાકિસ્તાન સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ થયો હતો જેને ત્યાની સંસદના ડેપ્યુટી સ્પીકર દ્વારા નામંજૂર કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ વડાપ્રધાનની ભલામણથી ત્યાની સંસદને ભંગ કરવામાં આવી હતી. 
  • આ ઘટના બાદ પાકિસ્તાન સુપ્રીમ કોર્ટના પાંચ જજોની બેંચે ડેપ્યુટી સ્પીકરના આ નિર્ણયને ગેરબંધારણીય ગણાવ્યો છે અને સંસદને ફરીથી બહાલી આપી છે. 
  • સાથોસાથ 90 દિવસમાં ચૂંટણી કરાવવાના આદેશને પણ રદ્દ કરી દેવાયો છે જેથી ઇમરાન ખાનની સરકારે હવે અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરવો પડશે. 
  • પાક. સુપ્રીમ કોર્ટે સમગ્ર કાર્યવાહી સુઓમોટો હેઠળ કરી હતી. 
  • પાકિસ્તાન નેશનલ એસેમ્બ્લી ફરી બહાલ થતા ઇમરાન ખાન ફરીવાર વડાપ્રધાનના હોદ્દા પર આવી ગયા છે.
pakistan court

Post a Comment

Previous Post Next Post