- Raisina Dialogue નામનું આ સંમેલ્લન 25 એપ્રિલથી 27 એપ્રિલ સુધી ચાલશે જેમાં યુરોપના ત્રણ દેશ લિથુઆનિયા, લક્ઝમબર્ગ અને પોર્ટુગલના વિદેશમંત્રીઓ ભાગ લેશે.
- આ ડાયલોગના મુખ્ય મહેમાન તરીકે યુરોપિયન કમિશનના અધ્યક્ષ ઉર્સુલા વૉન ડેર લેયેન સામેલ થયા છે.
- રાયસીના ડાયલોગની શરુઆત વર્ષ 2016માં કરવામાં આવી હતી જે એક વાર્ષિક સંમ્મેલન છે અને આ સંમેલ્લનમાં રાજનીતિક અને આર્થિક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવે છે.
- આ ડાયલોગનું આયોજન ભારતના વિદેશ મંત્રાલય અને Observer Research Foundation (ORF) દ્વારા સંયુક્ત રુપે કરવામાં આવે છે જેમાં મોટા ભાગે અલગ અલગ દેશોના વિદેશ, રક્ષા અને નાણામંત્રીઓને સામેલ કરવામાં આવે છે.