- આ રેન્કિંગ કેન્દ્રના હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ મંત્રાલય દ્વારા પ્રસિદ્ધ કરાયું છે.
- આ રેન્કિંગમાં સ્માર્ટ સિટી મિશન હેઠળ પસંદ થયેલા 100 શહેરોના પૂરા કરાયેલા પ્રોજેક્ટ્સ, ચાલુ પ્રોજેક્ટ્સ, ગ્રાન્ટ વપરાશની વિગત સહિતની માહિતી છે.
- આ રિપોર્ટમાં પ્રથમ સ્થાન પર સુરત છે તેમજ ત્યારબાદ ક્રમાનુસાર આગ્રા, વારાણસી, ભોપાલ, ઇન્દોર અને છઠ્ઠા ક્રમે અમદાવાદ છે.
- આ યાદીમાં ગુજરાતના સુરત અને અમદાવાદ સિવાય કોઇપણ શહેરનો સમાવેશ કરાયો નથી.
- સ્માર્ટ સિટી મિશનની શરુઆત જૂન, 2015થી કરવામાં આવી હતી.