- આ બ્રિજ ચેક રિપબ્લિકના જેસેનિકી માઉન્ટેનની તળેટીમાં બોહેમિયા ડોલની મોરવા રિસોર્ટ ખાતે તૈયાર કરાયો છે જેને મે મહિનામાં લોકો માટે ખુલ્લો મુકાશે.
- આ બ્રિજ દ્વારા જેસેનિકી પહાડોમાં ફરવા આવતા લોકો કુદરતી નજારો જોઇ શકશે.
- આ બ્રિજ 2,365 ફૂટ લાંબો અને ફક્ત 3.5 ફૂટ પહોળો છે.
- આ બ્રિજ જમીનથી 311 ફૂટ ઊંચાઇ પર આવેલ છે.
- અગાઉ વિશ્વના સૌથી લાંબા સસ્પેન્શન બ્રિજ તરીકે નેપાળના બેગલુંગ પર્વત પર આવેલ બ્રિજની ગણના થતી હતી જેની લંબાઇ 1,860 ફૂટ છે જે હવે વિશ્વનો બીજા ક્રમનો બ્રિજ બન્યો છે.