એશિયન ગેમ્સ 2022ને કોરોનાના વધતા કેસોને લીધે મોકૂફ રાખવામાં આવી.

  • સપ્ટેમ્બર, 2022માં ચીન ખાતે યોજાનાર 19માં એશિયન રમતોત્સવ (Asian Games 2022) ના આયોજનને હાલ મોકૂફ રાખવામાં આવ્યું છે.
  • આ નિર્ણય ચીનમાં કોરોના કેસની સંખ્યામાં થતા વધારાને ધ્યાને લઇને કરાયો છે જેમાં વર્ષ 2023 સુધી આ રમતોત્સવને મોકૂફ રખાયો છે.
  • આ રમતનું આયોજન 10 થી 25 સપ્ટેમ્બર, 2022 દરમિયાન થનાર હતું.
  • એશિયન ગેમ્સને એશિયાડ તરીકે પણ ઓળખવામાં આવે છે જે વર્ષ 1951થી રમાય છે.
  • સૌપ્રથમ એશિયન ગેમ્સનું આયોજન 1951માં ભારત ખાતે થયું હતું.
  • આ સિવય વર્ષ 1982માં પણ રમતોત્સવનું આયોજન ભારત ખાતે કરાયું હતું.
  • એશિયન ગેમ્સમાં ભારતે અત્યાર સુધીમાં 155 ગોલ્ડ, 201 સિલ્વર અને 316 બ્રોન્ઝ એમ કુલ 672 મેડલ જીત્યા છે અને આ રમતની ઓવરઓલ યાદીમાં તે પાંચમાં સ્થાન પર છે.
Asian Games 2022 Postponed

Post a Comment

Previous Post Next Post