- બેલ્જિયમ વિશ્વનો એવો પ્રથમ દેશ બન્યો છે જ્યા મંકીપોક્સના દર્દીઓને 21 દિવસ ફરજિયાત ક્વૉરન્ટાઇન રાખવામાં આવશે.
- આ પ્રકારના વાયરસથી ગ્રસિત દર્દીઓના સંપર્કમાં આવેલ લોકોએ પણ આઇસોલેશનમાં રહેવું પડશે.
- ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ બ્રિટનમાં મંકીપોક્સ વાયરસનો પ્રથમ કેસ નોંધાયો હતો જે હાલ વધીને 20 સુધી પહોંચી ગયો છે.
- અત્યાર સુધીમાં આ વાયરસ 14 દેશોમાં ફેલાઇ ચુક્યો છે.