કેન્દ્રીય શિક્ષણ વિભાગ દ્વારા UDISE રિપોર્ટ પ્રસિદ્ધ કરાયો.

  • આ રિપોર્ટ શાળાકીય શિક્ષણ વિભાગની પાંખ Unified District Information System for Education (UDISE) દ્વારા પ્રસિદ્ધ કરાયો છે.
આ રિપોર્ટ મુજબ:
  • 1 વર્ષમાં 521 સરકારી શાળાઓ બંધ થઇ છે તેમજ 3,304 ખાનગી શાળાઓ શરુ થઇ છે! 
  • સૌથી વધુ ઓડિશામાં સરકારી શાળાઓ બંધ થઇ છે.
  • વર્ષ 2020-21માં કુલ 24.5% શાળાઓમાં ઇન્ટરનેટની સુવિધાઓ પહોંચી શકી છે જે એક વર્ષ અગાઉ 22.3% શાળાઓમાં જ હતી.
  • વર્ષ 2020-21માં કુલ 86.9% શાળાઓમાં વીજળીનું કનેક્શન ઉપલબ્ધ છે જે અગાઉના વર્ષમાં 83.4% શાળાઓમાં હતું.
  • વર્ષ 2020-21માં 82.9% શાળાઓમાં લાઇબ્રેરીની સુવિધા થઇ છે જે અગાઉના વર્ષમાં ફક્ત 22.3% શાળાઓમાં જ હતી.
  • કોરોના મહામારીને લીધે પ્રી-પ્રાઇમરીમાં નવા એડમિશનની સંખ્યા 29 લાખ સુધી ઘટી છે!
  • વર્ષ 2020-21માં ધોરણ 1 થી 5માં ડ્રોપઆઉટનું પ્રમાણ 0.8%, ધોરણ 6 થી 8માં 1.9% તેમજ ધોરણ 9 અને 10માં 14.6% રહ્યું છે.
  • ગયા વર્ષમાં ધોરણ 1 થી 12માં નવા એડમિશનમાં મુસ્લિમ બાળકોનું પ્રમાણ 14.26% સુધી પહોંચ્યું છે જે અગાઉના વર્ષમાં 13.95% હતું.
  • 2 વર્ષમાં મહિલા શિક્ષકોમાં 2.4 લાખ તેમજ પુરુષ શિક્ષકોમાં 30,000 જેટલો વધારો થયો છે.
  • સૌથી વધુ મહિલા શિક્ષકો હોય તેવા ત્રણ રાજ્યોમાં ક્રમાનુસાર તમિલનાડુ, કેરળ અને પંજાબનો સમાવેશ થાય છે.
UDISE Reports

Post a Comment

Previous Post Next Post