સુપ્રીમ કોર્ટ દ્વારા 162 વર્ષ જૂના રાજદ્રોહ કાયદા પર રોક લગાવાઇ.

  • સુપ્રીમ કોર્ટ દ્વારા આ ઐતિહાસિક ચુકાદો અપાયા બાદ અંગ્રેજો બનાવેલ આ 162 વર્ષ જૂના કાયદા પર રોક લાગી ગઇ છે અને આ કાયદાની સમીક્ષા કરવા માટે ચૂકાદો અપાયો છે.
  • આ ચૂકાદો ચીફ જસ્ટિસ એન. વી. રમન્ના, જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ હિમા કોહલીની બેન્ચ દ્વારા અપાયો છે.
  • આ ચૂકાદા બાદ દેશમાં હવેથી રાજદ્રોહ કાયદા હેઠળ કોઇ કેસ નહી નોંધી શકાય, નીચલી અદાલતોમાં ચાલતી કાર્યવાહી પર પણ સંપૂર્ણ લાગશે તેમજ જે પેન્ડિંગ કેસ હોય તેમાં પણ જામીન આપવામાં આવશે.
  • ભારતમાં આ કાયદા હેઠળ જે કેસ નોંધાયા છે તેમાંથી 96% કેસ સરકાર અને નેતાઓની ટીકાના છે!
  • ગુજરાતમાં છેલ્લા 10 વર્ષમાં આ કાયદા હેઠળ કુલ 17 કેસ નોંધાયા છે.
  • ભારતમાં વર્ષ 2010થી અત્યાર સુધીમાં કુલ 13,306 લોકો સામે રાજદ્રોહના 867 કેસ થયા છે તેમાંથી ફક્ત 13ને જ સજા થઇ શકી છે એટલે કે તેનો Conviction rate બહુ જ નીચો છે!
  • આ કાયદો ભારતીય દંડ સંહિતાની કલમ 124-A માં આપેલો છે જેને 1951માં પંજાબ હાઇકોર્ટ તેમજ 1959માં અલાહાબાદ હાઇકોર્ટ દ્વારા ગેરબંધારણીય ઠેરવાયો હતો.
  • ઉલ્લેખનીય છે કે અંગ્રેજો 1947માં ભારત છોડીને ગયા તે જ વર્ષે બ્રિટનમાં આ કાયદા હેઠળ છેલ્લો કેસ નોંધાયો હતો તેમજ વર્ષ 2009માં બ્રિટને આ કાયદાને ખતમ કર્યો હતો.
Supreme Court blocks 162-year-old sedition law

Post a Comment

Previous Post Next Post