- પોલીસની ફરજ દરમિયાન લોકો સાથે થતા ઘર્ષણને અટકાવવા માટે આ પ્રકારના કેમેરાનો ઉપયોગ ગુજરાત પોલીસ દ્વારા શરુ કરાયો છે.
- શરુઆતમાં રાજ્ય સરકાર દ્વારા આ પ્રકારના 10,000 બોડી વોર્ન કેમેરા ખરીદાયા છે.
- આ પ્રકારના કેમેરા 8 થી 10 કલાક સુધી રેકોર્ડિંગ કરી શકે છે તેમજ 15 થી 20 મીટર સુધીના દૃશ્યો કેદ કરી શકે છે.
- ઉલ્લેખનીય છે કે અગાઉ સપ્ટેમ્બર, 2021માં અંબાજી મંદિરમાં આ પ્રકારના બોડીવોર્ન કેમેરાનો પ્રયોગ સૌપ્રથમ શરુ કરાયો હતો.
- બોડી વોર્ન કેમેરાની શોધ વર્ષ 2005માં થઇ હતી તેમજ તેનો સૌપ્રથમ મોટા પાયે ઉપયોગ વર્ષ 2014થી અમેરિકા ખાતેથી શરુ થયો હતો.