હરિયાણા રાજ્ય સરકાર દ્વારા નીરજ ચોપડાના ગામમાં સ્ટેડિયમ બનાવવાની જાહેરાત કરવામાં આવી.

  • આ જાહેરાત હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર દ્વારા કરવામાં આવી છે જેના અંતર્ગત ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપના ગામ પાણીપત ખાતે સ્ટેડિયમ બનાવાશે.
  • આ સ્ટેડિયમ 10 કરોડ રુપિયાના ખર્ચે બનાવાશે.
  • ઉલ્લેખનીય છે કે નીરજ ચોપડાએ ટોક્યો ઓલિમ્પિક 2020માં Javelin throw (ભાલા ફેંક) માં ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો હતો.
  • આ સિવાય તેણે વર્ષ 2016ની એશિયન જુનિયર ચેમ્પિયનશિપમાં સિલ્વર, 2016ની જ વર્લ્ડ જુનિયરમાં ગોલ્ડ, દક્ષિણ એશિયન ગેમ્સમાં ગોલ્ડ, 2017ની એશિયન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ, 2018ની કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ, તેમજ 2018ની એશિય ગેમ્સમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો.
  • વર્ષ 2018માં તેઓને અર્જૂન એવોર્ડ આપવામાં આવ્યો હતો તેમજ વર્ષ 2022માં ભારતનો ચોથો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ શ્રી પણ એનાયત કરાયો હતો.
  • વર્ષ 2021માં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ દ્વારા પુને ખાતેના આર્મી સ્પોર્ટ્સ ઇન્સ્ટિટ્યૂટને 'નીરજ ચોપડા સ્ટેડિયમ' નામ અપાયું હતું.
Stadium to be built

Post a Comment

Previous Post Next Post