- રાજસ્થાનના બાડમેર જિલ્લાના બાલોતરા ક્ષેત્રમાં આવેલ આ સ્ટેશનનું નામ બદલીને 'મહેશ નગર હૉલ્ટ' કરાયું છે.
- અગાઉ વર્ષ 2018માં 'મિયાં કા બાડા' ગામનું નામ બદલીને મહેશ નગર કરાયું હતું પરંતુ રેલ્વે સ્ટેશનનું નામ બદલાયું ન હતું જેને હાલ બદલવામાં આવ્યું છે.
- ઉલ્લેખનીય છે કે સ્ટેશનના સૌથી વધુ નામ બદલી ઉત્તર પ્રદેશમાં કરાયા છે જેમાં ઝાંસી સ્ટેશનનું નામ બદલીને 'વીરાંગના લક્ષ્મીબાઇ સ્ટેશન', અલાહાબાદનું નામ બદલીને પ્રયાગરાજ, ફૈઝાબાદનું નામ બદલીને અયોધ્યાનગર, મુગલસરાયનું નામ બદલીને પંડિત દીનદયાલ ઉપાધ્યાય સહિતના નામોનો સમાવેશ થાય છે.