- Reserve Bank of India (RBI) દ્વારા 45 મહિના બાદ રેપોરેટમાં વધારો કરવામાં આવ્યો છે.
- આ ફેરફારમાં રિઝર્વ બેન્ક દ્વારા 0.40%નો વધારો કરાયો છે જેને લીધે હોમ અને ઓટો લોન સહિતની તમામ લોનનો વ્યાજ દર 0.5% જેટલો વધશે.
- આ ફેરફાર બાદ સેન્સેક્સ 1300 પોઇન્ટ તૂટ્યો છે તેમજ ઓવર ઓલ માર્કેટ કેપ પણ 6.5 લાખ કરોડ જેટલું ઘટ્યું છે.
રેપો રેટ એટલે શું?
- રેપો રેટ એટલે રિઝર્વ બેંક દ્વારા અન્ય બેન્ક્સને આપવામાં આવતી લોનનો વ્યાજ દર. મોટા ભાગે મોંઘવારી વધે ત્યારે આ રેટ વધારવામાં આવે છે જેથી બેન્કને રાહત આપી શકાય.
- રેપો રેટ ઓછો હોય ત્યારે બેન્કે રિઝર્વ બેન્કને ઓછો વ્યાજ દર ચુકવવાનો હોય છે જેને લીધે તે ગ્રાહકોને સસ્તી લોન આપી શકે છે. તે જ રીતે જ્યારે રેપો રેટ વધે ત્યારે તમામ બેન્કોએ રિઝર્વ બેન્કને વધુ વ્યાજ ચુકવવું પડે છે જેને લીધે તે ગ્રાહકોને પણ વધુ વ્યાજે લોન આપે છે અને સરવાળે ગ્રાહકો પર આ રેટનો બોજ આવે છે.
રિવર્સ રેપો રેટ એટલે શું?
- એક દિવસના કામ બાદ બેન્ક પાસે જે મોટી રકમ હોય છે તે રકમને બેંક રિઝર્વ બેન્ક પાસે રાખે છે જેના પર રિઝર્વ બેન્ક (RBI) તેને વ્યાજ ચુકવે છે જેને રિવર્સ રેપોર્ટ કહે છે.
- જ્યારે પણ માર્કેટમાં વધુ કેશ દેખાય ત્યારે રિઝર્વ બેન્ક દ્વારા રિવર્સ રેપો રેટમાં વધારો કરવામાં આવે છે જેથી બેન્ક વધુ નાણા મેળવવા માટે તે નાણાને રિઝર્વ બેન્કમાં જમા કરે છે જેથી બેન્ક પાસે બજારમાં નાણા ઓછા થાય છે અને તેનું સંતુલન જળવાઇ રહે છે.
કેશ રિઝર્વ રેશિયો એટલે શું?
- એટલે નાણાનો એવો ભાગ જે દરેક બેન્ક પોતાની પાસેની કુલ રોક્ડના ચોક્કસ ભાગ રિઝર્વ બેન્ક પાસે રાખે છે તેને Cash Reserve Ratio (CRR) કહે છે.
- આ રકમ રાખવાનું મુખ્ય કારણ એ છે કે જ્યારે કોઇ બેન્ક પાસે કોઇ ગ્રાહક મોટી રકમ ઉપાડવા આવે ત્યારે બેન્ક તેને ઇનકાર ન કરી શકે.
- આ રેશિયો જ્યારે વધે ત્યારે બેન્કોએ રિઝર્વ બેન્ક પાસે પોતાની પાસેના નાણાનો વધુ હિસ્સો રાખવો પડે છે.
- આ રેશિયો દ્વારા બજારના રોકડ પ્રવાહ (Cash Flow) માં ફેરફાર થાય છે તેથી આ રેશિયોમાં ત્યારે જ ફેરફાર કરવામાં આવે છે.