ISRO શુક્ર ગ્રહ પર વર્ષ 2024માં પોતાનું મિશન મોકલશે.

  • Indian Space Research Organization (ISRO) દ્વારા વર્ષ 2024માં ગરમ અને ચળકતા ગ્રહ શુક્ર પર પોતાનું અભિયાન મોકલવામાં આવનાર છે.
  • આ અભિયાનનો ઉદેશ્ય શુક્ર / Venus ના વાયુમંડળ વિશે જાણકારી મેળવવાનો છે જેના પર સલ્ફ્યૂરિક એસિડના વાદળોનો એક મોટો સમૂહ છે જેને લીધે ત્યાનું વાયુમંડળ ઝેરી અને કોરોસિવ છે.
  • આ અભિયાન ડિસેમ્બર, 2024માં ત્યારે મોકલવામાં આવશે જ્યારે પૃથ્વી અને શુક્ર ગ્રહ એક સીધી લીટીમાં હશે જેથી ઓછામાં ઓછા પ્રોપેલન્ટ દ્વારા શુક્રના કક્ષમાં આ અભિયાન મોકલી શકાય.
  • ઉલ્લેખનીય છે કે NASA પણ શુક્ર ગ્રહ પર પોતાના બે સ્પેસક્રાફ્ટ મોકલવાની તૈયારી કરી રહ્યું છે જેનો ખર્ચ લગભગ 1 અબજ ડોલર છે!
  • European Space Agency (ESA) દ્વારા પણ શુક્ર પર પોતાનું મિશન મોકલવાની જાહેરાત કરવામાં આવી છે.
ISRO will send its mission to Venus in the year 2024

Post a Comment

Previous Post Next Post