ટ્યૂનિશિયાની ઓન્સ જેબુર મેડ્રિડ ઓપન જીતનાર પ્રથમ આરબ મહિલા બની.

  • વિશ્વની નંબર 10 ટેનિસ ખેલાડી ઓન્સ જેબુરે મેડ્રિડ ઓપનની મહિલા સિંગલ્સનો ખિતાબ જીત્યો છે.
  • તેણી આ સ્પર્ધામાં અમેરિકાની જેસિકા પેગુલાને 7-5, 0-6, 6-2થી પરાજય આપ્યો હતો.
  • આવુ કરનારી તેણી કોઇપણ WTA 1000 ઇવન્ટ જીતનાર આફ્રિકા મહાદ્વીપની પણ પ્રથમ ખેલાડી તેમજ પ્રથમ આરબ મહિલા બની છે.
  • તેણી ગયા વર્ષે બર્મિંઘમ ઓપન જીતનાર પ્રથમ આરબ મહિલા બની હતી.
  • સાથોસાથ હવે તેણી આફ્રિકી અને આરબ ટેનિસ ઇતિહાસની સૌથી સફળ મહિલા ટેનિસ ખેલાડી પણ બની છે.
  • અત્રે ઉલ્લેખનીય છે કે જેબુરે અને પેગુલા બન્ને માટે આ પ્રથમ WTA 1000 ફાઇનલ હતી.
  • આ સ્પર્ધાનો મહિલા ડબલ્સનો ખિતાબ કેનેડાની ગ્રેબિયેલા અને ઇટલીની જિઉલિયાના ઓલ્મોસે તેમજ પુરુષ સિંગલ્સનો ખિતાબ સ્પેનના અલકરાઝે જીત્યો હતો.
Tunisia's Ons Jebur

Post a Comment

Previous Post Next Post