- તાજેતરમાં જ વારાણસીની એક કોર્ટ દ્વારા જ્ઞાનવાપી મસ્જિદનો સરવે કરવા માટે આદેશ અપાયો હતો જેના વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી જેનો સુપ્રીમ કોર્ટ દ્વારા અસ્વીકાર કરાયો છે.
- આ કેસમાં કોર્ટ દ્વારા મસ્જિદમાં નમાજને ચાલુ રાખવા તેમજ શિવલિંગને સંરક્ષિત કરવાનો આદેશ અપાયો છે.
- ઉલ્લેખનીય છે કે જ્ઞાનવાપી મસ્જિદ વિશે હાલ વિવાદ ચાલી રહ્યો છે જેમાં હિંદુ પક્ષકારોનું કહેવું છે કે આ મસ્જિદને શિવ મંદિર તોડીને બનાવવામાં આવી છે જેને પગલે વારાણસી કોર્ટ દ્વારા મસ્જિદને સીલ કરી તેનો વિગતવાર સરવે કરવા માટે આદેશ અપાયો હતો.