- યુક્રેન પર હુમલો કર્યા બદલ અનેક યુરોપિયન દેશ રશિયા પર પ્રતિબંધ લાદી ચુક્યા છે તેમાં અમેરિકા અને જી7 દેશોએ વધુ પ્રતિબંધો લાદ્યા છે.
- આ પ્રતિબંધોમાં અમેરિકા દ્વારા કોઇપણ રશિયન નાગરિકોને વિઝા નહી અપાય, કોઇ અમેરિકન નાગરિક રશિયાની કંપનીઓને કોઇપણ પ્રકારની સેવા નહી આપે તેમજ રશિયાની અગ્રણી બેંકો અને નાણાકીય સંસ્થાઓ સાથે લેવડદેવડ નહી કરી શકે.
- આ સિવાય રશિયાથી ઇલેક્ટ્રિક ચીજવસ્તુઓ, વેન્ટિલેશન સામાન સહિતની વસ્તુઓ પર પ્રતિબંધ મુકાયો છે.
- ઉલ્લેખનીય છે કે રશિયા દ્વારા 24 ફેબ્રુઆરી, 2022થી યુક્રેન પર હુમલાઓ શરુ કરાયા છે હજુ સુધી ચાલુ છે તેમજ રશિયા દ્વારા તાજેતરમાં જ જીતની ઉજવણી રુપે 'વિક્ટરી ડે' મનાવાયો હતો.