- આ હવામાન નિરીક્ષણ કેન્દ્ર ચીનના વૈજ્ઞાનિકોએ નેપાળ-ચીન સરહદ પર આવેલ માઉન્ટ એવરેસ્ટ (કોમોલાંગ મા) ખાતે સ્થાપ્યું છે.
- આ નિરીક્ષણ કેન્દ્ર સમુદ્ર સપાટીથી 8,800 મીટરની ઊંચાઇ પર આવેલું છે જે વિશ્વનું સૌથી ઊંચુંં કેન્દ્ર છે.
- આ શિખર સુધી પહોંચનાર 13 સભ્યોની ટુકડીએ પ્રથમવાર ઉચ્ચ સચોટતા ધરાવતા રેડારના ઉપયોગથી બરફની જાડાઇ માપી અને તેના વિશ્લેષણ માટે નમૂના લીધા હતા.
- અગાઉ વિશ્વના સૌથી ઊંચાઇ પર આવેલ હવામાન નિરીક્ષણ કેન્દ્ર તરીકે એવરેસ્ટના દક્ષિણ તરફ 8,430 મીટરની ઊંચાઇ પર એક હવામાન સ્ટેશન હતું જેને વર્ષ 2019માં બ્રિટિશ અને અમેરિકી વૈજ્ઞાનિકો દ્વારા સ્થાપિત કરાયું હતું.