ભાવનગર ખાતે વિશ્વનું પ્રથમ CNG ટર્મિનલ બનાવવામાં આવશે.

  • આ ટર્મિનલ ભાવનગરના નવા બંદર ખાતે બનાવાશે જેના માટેના તમામ પરીક્ષણો તંત્ર દ્વારા કરાઇ ચુક્યા છે.
  • આ ટર્મિનલ લંડનના ફોરસાઇટ ગ્રુપ, મુંબઇના પદ્મનાભ ગ્રુપ અને નેધરલેન્ડના રોયલ બોસ્કાલિસ ગ્રુપ દ્વારા Bhavnagar Port Infrastructure Pvt. Ltd. નામથી બનાવાશે.
  • આ માટે ભાવનગરના નવા બંદરના નોર્થક્વે ખાતે મલ્ટિફંક્શનલ પોર્ટ પણ બનાવવામાં આવી રહ્યું છે.
  • આ પ્રોજેક્ટ માટે ગુજરાત સરકાર દ્વારા લેટર ઓફ ઇન્ટેંટ પણ અપાઇ ચુક્યું છે જે પ્રોજેક્ટ 180 હેક્ટર વિસ્તારમાં બનાવાશે.
CNG terminal will be built at Bhavnagar.

Post a Comment

Previous Post Next Post