અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન દ્વારા ભારતીય-અમેરિકન રાધા આયંગરને પેન્ટાગોનના ટોચના પદ માટે નિમણુક કરવામાં આવ્યા.

  • ભારતીય-અમેરિકન રાધા આયંગર પ્લમ્બ હાલમાં ડેપ્યુટી સેક્રેટરી ઑફ ડિફેન્સના ચીફ ઑફ સ્ટાફ તરીકે સેવા આપી રહ્યા છે.
  • તેઓને ડેપ્યુટી ડિફેન્સ અંડર સેક્રેટરીના પદ માટે નિમણુક કરવામાં આવ્યા છે.
  • તેઓ Google ખાતે ટ્રસ્ટ અને સલામતી માટે સંશોધન અને આંતરદૃષ્ટિના નિયામક તરીકે કાર્ય કરી ચૂક્યા છે જેમાં તેઓ બિઝનેસ એનાલિટિક્સ, ડેટા સાયન્સ અને તકનીકી સંશોધન પર તેમની ક્રોસ-ફંક્શનલ ટીમોનું નેતૃત્વ કરતા હતા.
  • તેઓએ અગાઉ Facebook પર નીતિ વિશ્લેષણના વૈશ્વિક વડા તરીકે પણ સેવા આપી છે.
  • તેઓ લંડન સ્કૂલ ઑફ ઇકોનોમિક્સમાં સહાયક પ્રોફેસર પણ રહી ચૂક્યા છે.
  • તેઓએ પ્રિન્સટન યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં પીએચડી અને એમએસની ડીગ્રી પ્રાપ્ત કરી છે અને મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજીમાંથી બીએસની ડીગ્રી મેળવી છે.
Radha Iyengar to top Pentagon position

Post a Comment

Previous Post Next Post