Global Peace Index 2022માં ભારત 135 ક્રમાંકે રહ્યું.

  • આ રિપોર્ટ ઈન્સ્ટિટ્યૂટ ફોર ઈકોનોમિક્સ એન્ડ પીસ (IEP) દ્વારા કરવામાં આવે છે. 
  • આ રિપોર્ટમાં 163 દેશના ક્રમ આપવામાં આવે છે. 
  • આ રિપોર્ટમાં ભારતને શાંતિના સંદર્ભમાં "નીચા" વિભાગમાં મુકવામાં આવ્યું છે.  
  • સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સંઘર્ષ, સમાજમાં સલામતી અને સુરક્ષા અને લશ્કરીકરણની ડિગ્રી સહિત 23 માપદંડના આધારે દેશોને ક્રમ આપવામાં આવે છે.
  • આ રિપોર્ટમાં સૌથી શાંત દેશોમાં પ્રથમ સ્થાન આઇસલેન્ડ, બીજા સ્થાને ન્યુઝીલેન્ડ, ત્રીજા સ્થાને આયર્લૅન્ડ, ચોથા સ્થાને ડેન્માર્ક અને પાંચમા સ્થાને ઑસ્ટ્રિયા છે.
  • સૌથી અશાંત દેશોમાં 163માં સ્થાને અફઘાનિસ્તાન, 162માં ક્રમે યમન, 161માં દેશમાં સીરિયા, 160માં ક્રમે રશિયા અને 159માં ક્રમે દક્ષિણ સુદાન છે.
global peace index 2022

Post a Comment

Previous Post Next Post