- આ બ્રિજ સુરતના સહારા દરવાજા, રીંગ રોડના સુરત- મુંબઈ વેસ્ટર્ન રેલવે ટ્રેક પર બનાવવામાં આવ્યો છે.
- 133 કરોડના ખર્ચે બનેલ આવનાર નવો બ્રિજ લોકોને રીંગરોડ ફ્લાયઓવરથી વરાછાના કાપોદરામાં સીધો પ્રવેશ અને સહારા દરવાજા અંડરપાસથી સરળ માર્ગની સુવિધા આપશે.
- સુરતમાં પહેલાથી જ 100 બ્રિજ છે પરંતુ નવા બ્રિજથી અંડરપાસમાં ચોમાસામાં વાહનોને સરળતાથી અવરજવર કરવામાં પણ મદદ કરશે. મોટા કદના વાહનો પણ આ બ્રિજ પરથી સરળતાથી અવરજવર કરી શકશે.