- આ રિપોટ વિશ્વ પર્યાવરણ દિવસ (5મી જૂન)ના દિવસે પ્રકાશિત કરાયો છે જેના મુજબ વર્ષ 2021માં બગડેલા વાતાવરણના લીધે ભારતમાં 1700 લોકો મૃત્યુંં પામ્યા છે!
- આ રિપોર્ટ મુજબ:
- આ વર્ષમાં જે રાજ્યોમાં સૌથી વધુ લોકોના મૃત્યું થયા હોય તેવા રાજ્યોમાં ક્રમાનુસાર મહારાષ્ટ્ર, ઓડિશા અને મધ્યપ્રદેશનો સમાવેશ થાય છે.
- વર્ષ 2012 થી 2021ના દાયકામાં ભારતના તાપમાનમાં સૌથી વધુ વૃદ્ધિ જોવા મળી હતી.
- ઉલ્લેખનીય છે કે વર્ષ 2022માં માર્ચ મહિનો સૌથી વધુ ગરમ રહ્યો હતો જેને લીધે રાજસ્થાન, મધ્યપ્રદેશ, હિમાચલપ્રદેશ, ગુજરાત અને હરિયાણાના લોકોએ 54% સમય લૂ થી પ્રભાવિત દિવસોમાં પસાર કરવો પડ્યો હતો.
- ભારત, ચીન અને નેપાળ વચ્ચે 25 ગ્લેશિયર સરોવર અને જળાશયોનું જળસ્તર વધી રહ્યું છે તેમજ ભારતના સાત રાજ્યો બિહાર, હિમાચર પ્રદેશ, આસામ, જમ્મુ કાશ્મીર, લદ્દાખ, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમમાં અચાનક પૂરનો ખતરો વધ્યો છે.
- ગંગા નદીનું પ્રદૂષણ સુરક્ષિત સ્તરથી વધ્યું છે જેમાં લીડ, નિકલ, કેડિયમ, આયર્ન, આર્સેનિક, ક્રોમિયમ અને કોપર જેવી ધાતુનું પ્રદૂષણ પણ સામેલ છે.
- 1990 થી 2018 વચ્ચે ભારતના લગભગ 33% તટપ્રદેશમાં ધોવાણ જોવા મળ્યું છે જેમાં સૌથી વધું 60% ધોવાણ પશ્ચિમ બંગાળમાંં થયું છે.
- દેશના 65% જંગલોમાં 2030 સુધીમાં ક્લાઇમેટ ચેન્જથી અસર દેખાવા લાગશે જેમાં હરિયાળીમાં ઘટાડો થવો, આગ લાગવી, પાણીનો સ્ત્રોત ઘટવો વગેરે હોઇ શકે છે.
