- 2023 ની પ્રથમ શિખર બેઠક જમ્મુ કાશ્મીરમાં યોજાશે આ સાથે ભારતમાં પ્રથમ વખત G20 નેતાઓની સમિટ મળશે.
- ભારત ડિસેમ્બર, 2022માં ઇન્ડોનેશિયા બાદ G20 પ્રમુખપદ સંભાળશે.
- જમ્મુ કાશ્મીર સરકારે જી-ર૦ બેઠકોના સંકલન માટે પાંચ સભ્યોની ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરી છે.
- G20માં 19 દેશો અને યુરોપિયન યુનિયનનો સમાવેશ થાય છે.
- 19 દેશોમાં આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન, જર્મની, ફ્રાન્સ, ભારત, ઇન્ડોનેશિયા, ઇટાલી, જાપાન, મેક્સિકો, રશિયન ફેડરેશન, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, દક્ષિણ કોરિયા, તુર્કી, યુકે અને યુએસનો સમાવેશ થાય છે.