- આ દિવસ કેરળમાં પુસ્તકાલય અને સાક્ષરતા ચળવળના પિતા તરીકે ઓળખાતા પી.એન. પનીકરના સન્માનમાં ઉજવવામાં આવે છે.
- 19 જૂન, 1996ના રોજ કેરળ સરકારે, પી.એન. પનીકર ફાઉન્ડેશન સાથે મળીને વાંચન દિવસની ઉજવણી શરૂ કરી હતી.
- 2017માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ, આજ દિવસથી મહિના સુધી ચાલતી ડિજિટલ રીડિંગ ઇવેન્ટ્સની કોચીમાં શરૂઆત કરી હતી.
- પી.એન.પનિકર એ લોકોમાં વાંચનની આદતને પ્રોત્સાહન આપવા માટે કેરળમાં 47 સ્થાનિક પુસ્તકાલયો શરૂ કરી હતી.
- આ લાઇબ્રેરીઓની સ્થાપના ત્રાવણકોર લાઇબ્રેરી એસોસિએશન હેઠળ કરવામાં આવ્યું હતી, જેની સ્થાપના 1945માં કરવામાં આવી હતી.
- 1956માં તેનું નામ બદલીને કેરળ ગ્રાન સસારા સંગમ (KGS) રાખવામાં આવ્યું હતું.
- 2004માં પીએન પનિકરના સમાજમાં તેમના અમૂલ્ય યોગદાન બદલ તેમના સન્માનમાં એક સ્મારક ટિકિટ પણ બહાર પાડવામાં આવી હતી.