વેજ ફૂડની બનાવટ અને પેકેજીંગમાં નોન વેજ સામગ્રી વાપરી શકાશે નહી.

  • ફૂડ એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI) દ્વારા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ (વેગન ફૂડ) રેગુલેશન એક્ટ, 2022માં આ સ્પષ્ટતા કરી છે. 
  • તમામ ફૂડ વિક્રેતાઓએ આ નિયમોનું પાલન કરવાનું રહેશે. 
  • શાકાહારી ભોજન એટલે એવું ભોજન કે જેની બનાવટ, ફ્લેવર્સ કોઈ પણ પ્રાણીજન્ય પદાર્થનો ઉપયોગ ન થયો હોય. 
  • ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળ સ્થાપિત એક વૈધાનિક સંસ્થા છે. 
  • FSSAI ની સ્થાપના ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ, 2006 હેઠળ કરવામાં આવી છે. 
  • FSSAI ખાદ્ય સુરક્ષાના નિયમન અને દેખરેખ દ્વારા જાહેર આરોગ્યના રક્ષણ અને પ્રોત્સાહન માટે જવાબદાર છે.
FSSAI

Post a Comment

Previous Post Next Post