બેંગલુરુમાં પ્રાયોગિક ધોરણે 'વન હેલ્થ' લોન્ચ કરવામાં આવી.

  • મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલય દ્વારા કર્ણાટક અને ઉત્તરાખંડમાં વન-હેલ્થ મોડલ લાગુ કરવામાં આવશે.
  • 'વન-હેલ્થ' નો મુખ્ય ઉદ્દેશ્ય પ્રાણીઓ, મનુષ્યો અને પર્યાવરણના સ્વાસ્થ્યના પડકારોને પહોંચી વળવા હિતધારકોને એક મંચ પર લાવવાની પહેલનો છે.
  • DAHD અને Confederation of Indian Industry (CII) બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન (BMGF) સાથે મળીને કર્ણાટક અને ઉત્તરાખંડ રાજ્યોમાં અમલીકરણ ભાગીદારો તરીકે 'વન-હેલ્થ' મોડલની કામગીરી હાથ ધરવામાં આવશે.
  • DAHD આ પહેલના અનુભવોના આધારે રાષ્ટ્રીય 'વન-હેલ્થ' રોડમેપ વિકસાવશે.  
  • આના દ્વારા ભવિષ્યમાં પ્રાણીઓથી મનુષ્યોમાં ફેલાતા ચેપી રોગોને રોકવામાં મદદ મળશે.  
  • આ પહેલથી રોગોનો વધુ સારી રીતે સામનો કરવા માટેની સિસ્ટમ તૈયાર થશે અને તેનું સંચાલન શક્ય બનશે.  
  • આ સાથે વિશ્વભરમાં અપનાવવામાં આવતી શ્રેષ્ઠ પદ્ધતિઓ અપનાવવામાં આવશે.
  • 'વન હેલ્થ' કાર્યક્રમ દરમિયાન કર્ણાટક માટે ક્ષમતા નિર્માણ યોજના અને 'વન-હેલ્થ' પુસ્તિકા (કન્નડ) પણ લોન્ચ કરવામાં આવશે.
One Health Pilot Project

Post a Comment

Previous Post Next Post