- તેઓએ દિલ્હીના ઈન્ટિગ્રેટેડ ટ્રાન્ઝિટ કોરિડોર માં બનેલ ટનલનું ઉદ્ઘાટન કર્યું.
- આ ટનલની સાથે છ અંડરપાસનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
- આમાંથી ચાર અંડરપાસ મથુરા રોડ પર, એક ભૈરોન માર્ગ પર અને એક રિંગ રોડ પર છે.
- આ 'પ્રગતિ' ટનલ 1.6 કિલોમીટર લાંબી છે જેને બનાવવામાં 923 કરોડ રૂપિયાનો ખર્ચ થયેલ છે.
- ટનલની અંદર સુરક્ષાના હેતુસર 128 સીસી ટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે.
- આ ટનલના રોડમાં આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ થયો છે.
- દીવાલો પર ભવ્ય પેઇન્ટિંગ્સ પણ બનાવવામાં આવ્યા છે.
- દિલ્હીની આ પહેલી ટનલ છે જેનાથી દિલ્હીના ટ્રાફિકની સમસ્યા સરળ થશે.