- આ ઉદઘાટન નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ ખાતેથી કરવામાં આવ્યું.
- ઇતિહાસમાં પ્રથમવાર આંતરરાષ્ટ્રીય ચેસ ફેડરેશન (FIDE) દ્વારા ઓલિમ્પિક પરંપરા મુજબ પ્રથમ વખત ચેસ ઓલિમ્પિયાડની મશાલ શરૂ કરવામાં આવી છે.
- ભારત પહેલો દેશ છે જ્યાંથી ચેસ ઓલિમ્પિયાડની મશાલની યાત્રા શરૂ થઈ છે.
- FIDEના પ્રમુખ આર્કાડી ડ્વોર્કોવિકે વડા પ્રધાનને મશાલ સોંપી અને તેઓ દ્વારા ગ્રાન્ડ માસ્ટર વિશ્વનાથન આનંદને સોંપવામાં આવી.
- આ મશાલને ચાલીસ દિવસમાં 75 શહેરોમાં લઈ જવામાં આવશે અને તેનું છેલ્લું સ્ટોપ ચેન્નાઈ નજીક મહાબલીપુરમ હશે.
- દરેક રાજ્યના ચેસ ગ્રાન્ડ માસ્ટર્સ દરેક જગ્યાએ મશાલનું સ્વાગત કરશે.
- 44મી ચેસ ઓલિમ્પિયાડ ચેન્નાઈમાં 28મી જુલાઈથી 10મી ઓગસ્ટ 2022 દરમિયાન યોજાશે.
- ચેસ ઓલિમ્પિયાડમાં 188 દેશોના બે હજાર ખેલાડીઓ ભાગ લેશે.