- દેશમાં વધી રહેલી મોંઘવારીને નાથવા માટે Reserve Bank of India (RBI) દ્વારા રેપોરેટમાં 0.50%નો વધારો કરાયો છે.
- આ વધારા બાદ રેપો રેટ 4.40% થી વધીને 4.90% થયો છે જેની સીધી અસર લોકોની હોમલોન, ઓટો લોન અને પર્સનલ લોનના EMI પર થશે.
- થોડા સમય પહેલા જ રિઝર્વ બેન્ક દ્વારા રેપોરેટમાં 0.4%નો વધારો કરાયો હતો જેના એક મહિના બાદ જ આ વધારો થતા કુલ બે મહિનામાં રેપોરેટમાં લગભગ 1% જેટલો વધારો થયો છે.
- આર. બી. આઇ. દ્વારા આર્થિક વિકાસ દરના અનુમાનને 7.2%ના સ્તર પર જાળવી રખાયો છે.
- આ સિવાય અર્બન કો. ઓપ. બેન્ક 1.40 કરોડ સુધી તેમજ રુરલ બેન્ક 50 લાખ સુધી હાઉસિંગ લોન આપી શકે તે માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
- રિઝર્વ બેન્ક દ્વારા મોટા ફેરફાર મુજબ ક્રેડિટ કાર્દને પણ Unified Payment Interface (UPI) સાથે જોડવાની જાહેરાત કરવામાં આવી છે જેની શરુઆત રુપે ક્રેડિટ કાર્ડથી કરવામાં આવશે.