Commonwealth Games 2022 નો આજથી બ્રિટન ખાતે પ્રારંભ થયો.

  • 22મી કોમનવેલ્થ ગેમ્સનો  ઉદઘાટન સમારોહ બર્મિંગહામના એલેક્ઝાન્ડર સ્ટેડિયમમાં 30,000 દર્શકોની હાજરીમાં યોજાશે.  
  • ઈંગ્લેન્ડ છેલ્લા 20 વર્ષમાં ત્રીજી વખત આ ગેમ્સનું આયોજન કરી રહ્યું છે.
  • ઈંગ્લેન્ડમાં 16 અલગ-અલગ જગ્યાએ આયોજિત આ ગેમ્સ 8 ઓગસ્ટ સુધી ચાલશે.
  • આ વખતની થીમ "Games for Everyone" રાખવામાં આવી છે.
  • તેનો મેસ્કોટ "પેરી-ધ બુલ" રાખવામાં આવ્યો છે જેમાં પેરી એક આખલો છે જેનું નામ ઇંગ્લેન્ડના એક શહેર પેરીના નામ પરથી રાખવામાં આવ્યું છે.
  • આ ગેમ્સમાં મેસ્કોટની શરૂઆત વર્ષ 1978થી કરવામાં આવી.
  • ગેમ્સમાં 72 દેશોના પાંચ હજારથી વધુ ખેલાડીઓ વિવિધ 19 સ્પર્ધાઓમાં ભાગ લેશે.
  • 215 સભ્યોનું ભારતીય દળ વિવિધ 16 સ્પર્ધાઓમાં ભાગ લેશે.
  • બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુ અને મનપ્રીતસિંહ ભારતીય ધ્વજના બીજા ધ્વજવાહક રહેશે.
  • ઈન્ડિયન ઓલમ્પિક એસોસીએશન – IOA દ્વારા ભારતીય પુરૂષ હોકી ટીમના કપ્તાન મનપ્રીતસિંહનું નામ બીજા રાષ્ટ્રધ્વજ વાહક તરીકે જાહેર કરાવવામાં આવ્યું છે. 
  • અગાઉ ઓલમ્પિક ગોલ્ડ વિજેતા નીરજ ચોપરા ધ્વજવાહક બનવાના હતા જેઓને વર્લ્ડ એથલેટિક્સ ચેમ્પિયનશિપમાં ઇજા થતા મનપ્રિતસિંહને ધ્વજ વાહક બનાવવામાં આવ્યા છે.
  • દરેક દેશ દ્વારા ઉદઘાટન સમારોહ માટે બે ધ્વજવાહકો પસંદ કરાય છે.
  • આ ગેમ્સમાં મહિલાઓને 136 ગોલ્ડ મેડલ મળશે જ્યારે પુરુષોને 134 ગોલ્ડ મેડલ મળશે.  
  • મિશ્ર ઈવેન્ટ્સમાં કુલ 10 ગોલ્ડ મેડલ દાવ પર રહેશે.  
  • આ વખતે પ્રથમવાર કોમનવેલ્થ ગેમ્સમાં મહિલા ક્રિકેટ સામેલ કરવામાં આવ્યું છે.
  • કોમન વેલ્થ દેશો એટલે એવા 56 દેશોનું રાજકીય સંગઠન છે,  બ્રિટિશ સામ્રાજ્યના હેઠળ રહી ચૂકેલા હોય.
  • કોમનવેલ્થ દેશો સમૃદ્ધિ, લોકશાહી અને શાંતિના સહિયારા લક્ષ્યો માટે કામ કરે છે.
  • કોમન વેલ્થ ગેમ્સની શરૂઆત 1930માં થઇ હતી. પહેલી ગેમ કેનેડાના હેમિલ્ટન શહેરમાં યોજાઇ હતી.
  • આ ગેમ્સનું નામ 88 વર્ષમાં 4 વાર બદલવામાં આવ્યુ શરુઆતમાં તેને "બ્રિટિશ એમ્પાયર ગેમ્સ" તરીકે ઓળખવામાં આવતી હતી જે 1950 સુધી રહ્યું.
  • ત્યારબાદ 1954 થી 1966 સુધી 'બ્રિટિશ એમ્પાયર એન્ડ કોમન વેલ્થ ગેમ્સ' નામ રહ્યું.
  • 1970માં નામ 'બ્રિટિશ કોમનવેલ્થ ગેમ્સ' કરવામાં આવ્યું.
  • 1978થી તેને બદલીને 'કોમનવેલ્થ ગેમ્સ' કરવામાં આવ્યું જે હજુ ચાલુ છે.
CWG 2022 Games are officially open for grand opening ceremony

Post a Comment

Previous Post Next Post