ડાંગ જિલ્લામાં સાપુતારામાં 30 જુલાઈથી 'મેઘમલ્હાર પર્વ' નો આરંભ થશે.

  • આ પર્વ 30મી જુલાઈથી - 30મી ઓગસ્ટ સુધી એક મહિના સુધી ચાલશે.
  • મેઘ મલ્હાર પર્વના પહેલા દિવસે 30મી જુલાઈએ સવારે 9 વાગે મેઘમલ્હાર પર્વનું ઉદઘાટન અને પ્રવાસીઓ માટેની સુવિધાઓનું લોકાર્પણ કરાશે.
  • આ પ્રસંગે મ્યુઝીકલ ફાઉન્ટન, એમ્ફી - થિયેટર, બોટિંગ, ફ્લોટિંગ જેટ્ટી, મોલરોડના વિકાસની કામગીરી જેવી પ્રવાસીઓ માટેની સુવિધાઓનું લોકાર્પણ કરાશે. 
  • મોન્સૂન ફેસ્ટીવલ હેઠળ દર શનિવાર અને રવિવારે સાંસ્કૃતિક અને મનોરંજનના કાર્યક્રમો યોજાશે.
  • જન્માષ્ટમીના દિવસે દહી - હાંડી રેઈન રન મેરેથોન, બોટ રેસિંગ જેવી રોચક સ્પર્ધાઓ યોજાશે.
  • આર્ટ ગેલેરી, કાર્યશાળાઓ, બામ્બુ ક્રાફટીંગ, રંગોળી સ્પર્ધા, ફોટોગ્રાફી સ્પર્ધા જેવા અન્ય આકર્ષણો પ્રવાસીઓ માણી શકશે.
Meghmalhar festival

Post a Comment

Previous Post Next Post